જૂનાગઢમાં દારૂડિયાઓ અને દારૂ વેચનારાઓ ઉપર પોલીસનો સપાટો

જૂનાગઢ શહેર ઉપરાંત માણાવદર,વંથલી,મેંદરડામાં પોલીસની કડક કાર્યવાહી

જૂનાગઢ : જૂનાગઢ શહેર અને જિલ્લામાં દેશી, વિદેશી દારૂની પ્રવૃત્તિ કડક હાથે ડામી દેવા રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસવડા દ્વારા કડક આદેશો આપવામાં આવતા જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે દારૂ પીવાના શોખીનો અને દારૂ વેચનારાઓ ઉપર તવાઈ ઉતારી હતી જેમાં શહેર ઉપરાંત માણાવદર,વંથલી અને મેંદરડામાં પણ પોલીસે વીણી-વીણીને વિદેશીદારૂના શોખીનો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

જૂનાગઢ સીટી એ ડીવીઝન પોલીસે પંચેશ્વર રોડ, બોર્ડીંગવાસ, સદગુરૂ મારબલ પાસેથી સાગર પ્રવિણભાઇ સોલંકી ઉ.વ.29 નામના આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની ADS મુનવોલ્ક ઓરેન્જ વોડકા બોટલ નંગ-1 કિ.રૂ.300 કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

જયારે બી ડીવીઝન પોલીસે સાંઇબાબા સોસાયટીમાં આવેલ ત્રિવેણી ઓપ્ટીકલ નામની દુકાનમાંથી રાકેશભાઈ જમનભાઈ લખીયાણી ઉ.વ.45 રહે. આંબાવાડી ખોડીયાર પ્રોવીજન સામે જોષીપરાના કબ્જા ભોગવટાની દુકાનમા રાખેલ ભારતીય બનાવટની માસ્ટર બેન્ડર સીગ્નેચર રારે અગેડ વીસ્કી 750 એમ.એલ.ની બોટલમા 350 એમ.એલ. જેટલો દારૂ કિ.રૂ.150નો મુદામાલ કબ્જે કરી ગુન્હો નોંધ્યો હતો.

આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પોલીસે મજેવડી ગામ ઇન્ડીયન ઓઇલ ના પેટ્રોલ પંપ પાસે આવેલ બે બંધ દુકાનો પાસે જાહેરમા રસ્તા ઉપરથી રામભાઇ પોલાભાઇ છુછર, પ્રવિણભાઇ નારણભાઇ મણવર, સુરેશભાઇ મનસુખભાઇ પોંકીયાને મેકડોવેલ નંબર-1 દારૂ સાથે ત્રણેયને ઝડપી લઈ દારૂની બોટલ પુરી પાડનારા યુનુશ અબડા રહે શાપુર અથવા વંથલી વાળા સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહોબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

જયારે મેંદરડા પોલીસે ચાંદ્રાવાડી ગામે દરોડો પાડી ભાવેશભાઇ ઉર્ફે ભોલો ઉર્ફે સંજરી બાઘાભાઇ ધરેજીયાને ભારતીય બનાવટનો વિદેશી દારૂ વાઇટ લેક વોડકા ઓરેન્જઇ ફ્લેવર 750 એમ.એલ.ની બોટલો નંગ-8 કી.રૂ.3600 તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. 3000 મળી કુલ કિ.રૂ.6600 નો પ્રોહી મુદ્દામાલ રાખી મળી આવી આરોપી ઇલ્યાસભાઇ શરીફભાઇ સાંધ રહે. લીલવા હાજર નહી મળી આવતા બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

જયારે મેંદરડા પોલીસે બીજા દરોડામાં નાગલપુર ગામ સદભાવના નગરમાં દરોડો પાડી હાજાભાઇ આલાભાઇ બઢ અને ભૌતિકભાઇ કિરીટભાઇ મોરાના કબ્જા ભોગવટામાંથી ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસકીની બોટલ નંગ.1 કિ.રૂ.400 સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત વંથલી પોલીસે સાંતલપુર ધાર ગામેથી નાથાભાઇ રૂડાભાઇ કરમટા ઉ.વ.35ને પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-12 કિંમત રૂ.3600 તથા હીરો ડીલક્ષ મોટર સાયકલ કી.રૂ.15000 મળી કુલ કી.રૂ.18600ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

માણાવદર પોલીસે બાલાસરા શેરીમાં દરોડો પાડી અકરમભાઇ ઉર્ફે અકુડો યુસુફભાઇ બ્લોચ, રહે.માણાવદર બાવાવાડી ભુમીનગર વાળાને સીઝન ગોલ્ડ વિસ્કીની બોટલ નંગ 5 કિંમત રૂપિયા 2000 તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2500 સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો આપનાર જાવીદ શેખ રહે.જુનાગઢ દાતાર રોડ વાળાને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.