જૂનાગઢમાં એસ.ઓ.જી. પોલીસ ઓફિસનું ખાતમુહૂર્ત કરાયુ

જૂનાગઢ : જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર માઈલસ્ટોન કોમ્પલેક્ષ પાસે એસ.ઓ.જી. પોલીસ ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે એસ.ઓ.જી. પોલીસ ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકના વરદ હસ્તે ભૂમિ પૂજન કરી ખાતમુહૂર્ત કરાયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે આગામી ત્રણ માસમાં એસ.ઓ.જી. પોલીસ ઓફિસ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ તકે મહાનગરપાલિકાના પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલ, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયા, પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારી ડોક્ટર અને બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા.