જૂનાગઢમાં હીરા ઉર્ફે ડગીએ ભોંયરામાં છુપાવેલ દારૂ ઝડપી લેતી ક્રાઇમબ્રાન્ચ – સી ડીવીઝન પોલીસ

શહેરમાં ગ્રોફેડમીલ પાસે વાલ્મીકી મહોલ્લા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની સામે પડતર પ્લોટમાં ભોંયરા બનાવી છુપાવ્યો હતો વિદેશીદારૂ

જૂનાગઢ : હોળી-ધુળેટીના તહેવારોમાં બુટલેગરો ઉપર તૂટી પડવા રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસવડાએ આપેલ સુચનાને પગલે જૂનાગઢ ક્રાઇમબ્રાન્ચ અને સીટી સી ડિવિઝન પોલીસે હીરા ઉર્ફે ડગીના દારૂ છુપાવવાના સ્થળો ઉપર દરોડા પાડી બે અલગ અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂની 307 બોટલ ઝડપી લીધી હતી.

પ્રથમ કાર્યવાહીમાં કાઇમબ્રાંન્ચે ગ્રોફેડમીલ પાસે વાલ્મીકી મહોલ્લા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની પાછળ પડતર પ્લોટમાં ભોંયરું બનાવી દારૂ છુપાવનાર
હીરા ઉર્ફે ડગી પુજાભાઇ ભારાઇ 67 બોટલ દારૂ કિંમત રૂપિયા 26,800નો ઝડપી લીધો હતો.

જ્યારે બીજા દરોડામાં આજ સ્થળેથી સીટી સી ડિવિઝન પોલીસે હીરા ઉર્ફે ડગી પુજાભાઇ ભારાઇના કબ્જા ભોગવટાના ખુલ્લા પ્લોટની અંદર ભોયરૂ બનાવી તેમાં તથા પોતાના કબ્જા હવાલાની ઓટો રીક્ષા નંબર જી.જે.08.એ.ટી.1782 કિં.રૂ.45000માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ પેટીઓ નંગ-19 કુલ બોટલ નંગ-240 કિ.રૂ.1,02,240 તથા વાહન કરાર અંગેની એગ્રીમેંન્ટ મળી કુલ કિં.રૂ.1,47,240૧નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે આરોપી હીરા ઉર્ફે ડગી હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.