રીસામણે રહેલી પરિણીતા દીકરીને મળવા સાસરિયે જતા આગ લગાવી જલાવાની કોશિશ કર્યાની ફરિયાદ

માંગરોળના દાતાર મંજીલ ઝમઝમ પેટ્રોલપંપ પાછળ બનેલા બનાવમાં પતિ અને સાસરિયા સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માંગરોળના દાતાર મંજીલ ઝમઝમ પેટ્રોલપંપ પાછળના વિસ્તારમાં રહેતા સાસરિયાના ઘરે દીકરીને મળવા જતા પરિણીતાને પતિ અને સાસરિયાઓએ માર મારી આગ લગાવી દઝાડી દેવાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નઝીબાબેન ઓસ્માનભાઇ કરૂડ (ઉ.વ.૨૧ રહે. મુળ માંગરોળ, દાતાર મંજીલ, ઝમઝમ પેટ્રોલપંપની પાછળ, તા.માંગરોળ, હાલ રહે માંગરોળ બંદર રોડ, ઇબ્રાહીમ મસ્જીદની બાજુમાં, તા.માંગરોળ) એ તેના સસરા ઇશા મુસા કરુડ, સાસુ આઇશા ઇશા કરુડ, પતિ ઓસમાણ ઇશા કરુડ, જેઠ અબુબકર ઇસા કરુડ, જેઠ ઇલ્યાસ ઇશા કરુડ, સુફીયાન ઇસા કરુડ, નણંદ હમીના ખલીફ ભાભા, નણદોયા ખાલીફ આમદ ભાભા (રહે. તમામ માગરોળ) ફરીયાદીની દિકરી આ આરોપીના ઘરે હોય જેથી ફરીયાદી તથા તેમની માતા તથા ફરીયાદી પોતે પોતાની દિકરીને મળવા તથા ફરીયાદીનું આધાર કાર્ડ તથા અન્ય કાગળો લેવા સારુ આરોપીઓના ઘરે જતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી ધક્કા મુક્કી કરી મુંઢ માર મારી આરોપીઓએ પકડી રાખી પેટ્રોલ લઇ આવી ફરીયાદીને પેટ્રોલ છાંટી દીવાસળીથી આગ લગાડી જીવતા નહી મુકીશુ તેવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા બચાવમાં ફરીયાદી પેટ્રોલનો શીસો લઇ દોડતાં પગમાં ફરફોળા સહીતની ઇજાઓ થઈ હતી.