કેબલના ટાયર પાસે ધુળ નાખી લેવલ કરવાનુ કહેતા યુવકને કુહાડી ઝીંકી

વંથલીના ધંધુસર ગામેં પાડોશમાં રહેતા પાંચ વ્યક્તિઓએ હુમલો કર્યાની ફરિયાદ

જૂનાગઢ : વંથલીના ધંધુસર ગામેં કેબલના ટાયર પાસે ધુળ નાખી લેવલ કરવાનુ કહેતા યુવકને કુહાડી ઝીંકી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાડોશમાં રહેતા પાંચ વ્યક્તિઓએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સરમણભાઇ લીલાભાઇ સુત્રેજા (ઉ.વ.૩૭ રહે. ગામ ધંધુસર તા.વંથલી) એ આરોપીઓ રાજુભાઇ મોહનભાઇ દિવરાણીયા, મોહન મેરૂ દિવરાણીયા, મેરૂભાઇ મેણંદભાઇ દિવરાણીયા, દિવ્યાબેન રાજુભાઇ દિવરાણીયા, નીતાબેન મોહનભાઇ દિવરાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપીઓને કેબલના ટાયર પાસે ધુળ નાખી લેવલ કરવાનુ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર મારી આરોપીએ કુલ્હાડીનો એક ઘા ફરીયાદીના માથામા મારી તથા આરોપીઓએ લાકડા, ખપારી વડે ફરીયાદીને મુંઢ ઇજાઓ કરી તથા છુટા પત્થરના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.