જૂનાગઢ નજીક અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની શંકા

ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જૂનાગઢ : જૂનાગઢ નજીક અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેકે મૃતક યુવકના શરીર ઉભર ગંભીર ઇજાના ચિહ્નનો હીવથી તેની હત્યા થયાની શંકા જાગી છે. હાલ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના જેલ રોડ લીમવાલે સરકાર પાસેથી અજાણ્યા યુવકની આજે સવારે લાશ મળી આવી હતી. જેમાં યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા તેના શરીરે ગંભીર ઇજાના ચિહ્નનો હોવાથી તેની સાથે કઈક અજુગતું બન્યું હોય અને હત્યા થયાની શંકા પ્રબળ બની છે. હાલ લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. જો કે આ બનાવ અંગે વહેલી સવારે સ્થાનિક લોકોએ કરી પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઇ હોવાનું અનુમાન છે. જો કે મૃતક યુવકની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ બનાવને પગલે ડીવાયએસપી પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. તેમજ આ બનાવની સંપૂર્ણ તપાસ બાદ કોઈ નિષ્કર્ષ જાહેર કરશે તેવું જાણવા મળ્યું છે.