જૂનાગઢના સરદાર ચોક નજીક દારૂ ભરેલી રીક્ષા સાથે એક ઝડપાયો

હોળી-ધુળેટીએ દારૂની છોળો ઉડે તે પહેલા જ પોલીસ સતર્ક

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારમાં દારૂની છોળો ઉડે તે પહેલા જ પોલીસ સતર્ક બની છે જે અન્વયે આજે સિટી એ ડિવિઝન પોલીસે દાતાર રોડ ઉપર સરદાર ચોક નજીક પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ અન્ય બે શખ્સોની સંડોવણી ખુલતા ફરાર જાહેર કર્યા છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા હોળી ધુળેટી તહેવાર દરમિયાન પ્રોહીબિશન, જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ સિટી એ ડીવીઝન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપેલ હતી જે અનુસંધાને એ ડીવીઝન પીઆઇ એમ.એમ.વાઢેર તથા સ્ટાફ પેટ્રોલીંગમા હતા ત્યારે પો.કોન્સ.વિક્રમભાઈ નારણભાઈ તથા પો.કોન્સ જેઠાભાઈ નાથાભાઈને સંયુક્ત બાતમી મળેલ કે, જુનાગઢ ગાંધીગ્રામ તરફથી એક ઇસમ કાળા કલરની પ્યાગો ઓટો રિક્ષામા દારૂનો જથ્થો લઈને નિકળનાર છે.

વધુમાં આ દારુ ભરેલ રિક્ષા વિશાલ બાવાજી રહે-કુલીયા હનુમાન મંદીર પાસે તેના ઘરે ઉતારવાનો હોવાનું અને ગાંધીગ્રામમા રહેતો હીરા ડગી રબારી પાસેથી મંગાવેલ છે એવી હકીકત મળતા પોલીસે દાતારરોડ નવા પુલ પાસે વોચ ગોઠવી હતી. તે દરમીયાન જ હકીકત વાળી રીક્ષા સરદારચોક તરફથી ત્યાથી પસાર થતા રીક્ષા અટકાવી તલાશી લેતા ભરતભાઇ વિશનદાસ લછવાણી, ઉ.વ ૩૫, રહે.જુનાગઢ ગિરનાર દરવાજા ગાયત્રી નગર વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૬૪ જેના જેની કુલ કી.રૂા.૨૫૬૦૦ તથા PIAGGIO ડીઝલ ઓટો રીક્ષા કાળા કલરની જેના રજી નં-જી. GJ-11-00-1537 કિ.રૂ! ૫૦,૦૦૦ તેમજ મોબાઇલ કી.રુ.૨૦૦૦/-એમ કુલ કી.રુ.૭૭૬૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દારૂના આ ગણનાપાત્ર કેસમાં વિશાલ બાવાજી રહે-ફુલીયા હનુમાન મંદીર પાસે તેમજ હીરા ડગી રબારી રહે. જુનાગઢ ગાંધીગ્રામ વાળાનું નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી ફરાર બન્ને આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

આ સફળ કામગીરી જૂનાગઢ સિટી એ ડીવીઝન પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર, એ.એસ.આઇ. એમ.ડી.માડમ, આર.એમ.સોલંકી, પો.હેડ.કોન્સ પંકજભાઇ લાલજીભાઇ, ભનુભાઇ કાળાભાઇ, પ્રવીણ રાણીંગભાઇ, પો.કોન્સ કલ્પેશ ગેલાભાઇ, દીનેશ રામભાઇ, વિક્રમભાઈ નારણભાઈ તથા જેઠાભાઈ નાથાભાઈ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.