વીસાવદરના કાલાવડ ગામેં હૃદયની બીમારીથી કંટાળી યુવતીનો આપઘાત

જૂનાગઢ : વીસાવદરના કાલાવડ ગામેં હૃદયની બીમારીથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વીસાવદરના કાલાવડ ગામેં રહેતી હેતલબેન રમેશભાઇ ધાંધલ (ઉ.વ.૨૭) નામની યુવતીને હ્રદયમા કાણુ હોય જેથી આ બીમારીના કારણે ટેંશનમા રહેતી હોય અને આ ટેન્શનના કારણે પોતે પોતાની મેળે પ્લસ્ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ જઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.