જુના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સો લાકડી-પાઈપથી પરિવાર ઉપર તૂટી પડ્યા

વંથલીના શાપુર ગામે મારામારી અને વાહનમાં તોડફોડ મામલે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વંથલીના શાપુર ગામે જુના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સો લાકડી-પાઈપથી પરિવાર ઉપર તૂટી પડ્યા હતા અને મારામારી કરી વાહનમાં તોડફોડ કરી હતી. આ બનાવ મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસે મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મુકતાબેન ભીખાભાઇ ડાભી (ઉ.વ.૫૬ રહે.શાપુર ગામ તા.વંથલી) એ આરોપીઓ શાંતિબેન દેવશીભાઇ મારૂ, હીરાભાઇ ખોડાભાઇ મહીડા, અનુરાગ દેવશીભાઇ મારૂ (રહે. તમામ શાપુર ગામ તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીને જમણા પગના પીડીમાં તથા સાહેદ ભાવનાબેનને પગના ભાગે પ્લાસ્ટીકના પાઇપ વડે માર મારી તથા બીજા આરોપીએ ફરીયાદીને કુહાડીનો ધા કરવા જતાં ફરીયાદીએ પકડી લઇ ધા કરી દિધેલ અને ફરીયાદી તથા સાહેદને બર આરોપીઓએ ઢીકાપાટુનો માર મારેલ તેમજ ત્રીજા આરોપીએ ફરીયાદીના દિકરાના બાઈકનો મોરો લાકડી વડે તોડી નાખી નુકશાન કરેલ અને ત્રયેણ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને જાહેરમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.