હાય રે કળિયુગ… દારૂના પૈસા આપવાનો ઇન્કાર કરનાર માવતરને ઢીબી નાખતો નાલાયક પુત્ર

જૂનાગઢના ધારાગઢ દરવાજા પાસે બનેલા હીંચકારા બનાવમાં પિતાએ નપાવટ પુત્ર સામે નોંધાવી ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના ધારાગઢ દરવાજા પાસે કળિયુગની ચરમસીમા વટાવતો હીંચકારો બનાવ સામે આવ્યો છે. જેમાં કઈ કામધંધો કરવાને બદલે દારૂ ઢીચીને આવરાગિરદી કરતા નાલાયક પુત્રને દારૂના પૈસા આપવાનો ઇન્કાર કરતા આ કળિયુગી પુત્રએ માતા-પિતાને ઢીબી નાખ્યા હતા. આ બનાવ મામલે પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રહીમભાઇ સાલમભાઇ ચોટીયારા (ઉ.વ.૪૬, રહે.ધારાગઢ દરવાજા પાસે જુનાગઢ) એ પોતાના પુત્ર આદીલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના દીકરાએ ફરી પાસે દારુ પીવાના પૈસા માંગતા ફરીયાદીએ ના પાડતા ફરીયાદીને બેસ બોલના ધોકા વડે માથામા મુંઢ ઇજાઓ કરી તથા તેના પત્નીને જમણા પગમા મુંઢ ઇજા કરી જેમ ફાવે તેમ ગાળો બોલી અસભ્ય ભાષામાં વર્તન કર્યું હતું. આથી પોલીસે પિતાની ફરિયાદ પરથી તેમના નાલાયક દીકરા સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.