જૂનાગઢમાં વાલ્મિકી સમાજ સાથે પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી કરતા ડે.મેયર ગીરીશભાઈ કોટેચા

મોટીવેશનલ સ્પીકર પાર્થ કોટેચા ના જન્મદિવસની કરાઈ અનોખી ઉજવણી.

બર્થ ડે બોય પાર્થ કોટેચાએ વાલ્મિકી સમાજના આગેવાન રાજુભાઈ પરમાર અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો

જૂનાગઢ મહાનગર ના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા ના પુત્ર પાર્થ કોટેચા ના જન્મદિવસની ઉજવણી વાલ્મિકી સમાજના આગેવાન રાજુભાઈ પરમાર અને એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જૂનાગઢના ગિરનાર દરવાજા સ્થિત ગિરિરાજ વિલા ખાતે 12 માર્ચ ની સાંજે ઢોલ નગારાના તાલ સાથે વાલ્મિકી સમાજ દ્વારા ઉમળકાભેર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણીમાં વાલ્મિકી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં બર્થ ડે બોય અને મોટીવેશનલ સ્પીકર પાર્થ કોટેચા એ કેક કાપીને બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો અને જણાવ્યું હતું કે હું આજે મારા કોલેજના કામકાજ પૂર્ણ કરીને નીકળવાની તૈયારી કરતો હતો ત્યારે અમારા પરિવારના રાજુભાઈ પરમાર નો ફોન આવેલો અને તાત્કાલિક મને મારા ઘરે આવવાનું કહેલ કામકાજનો સમય પૂરો કરી ઘરે આવ્યો ત્યારે એક અલગ જ નજારો જોવા મળ્યો મારા જન્મથી લઈને અત્યાર સુધીની મારી લાઇફમાં આવો બર્થ ડે પ્રથમ વખત ઉજવવામાં આવ્યો છે ત્યારે ભૂતોના ભવિષ્ય આ સ્મરણીય દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું. તો બીજી તરફ રાજુભાઈ પરમારે પણ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને પોતાના પિતા તુલ્ય ગણીને એમના ભાઈ નો બર્થડે ની ઉજવણી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તેવી લાગણી વ્યક્ત કરી હતી ત્યારે ચોક્કસ કહી શકાય કે હાલ કોમ કોમ વચ્ચે વેર સર્જાયું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આ પ્રસંગ પરથી ચોક્કસ કહી શકાય કે અહીં નાતજાતની વાડાબંધી ને પર રહીને પરિવાર ભાવના જોવા મળી રહી છે ત્યારે આ ઉદાહરણ પરથી દરેક સમાજ બોધ પાઠ લેતો આવનારા સમયમાં અખંડ ભારતનું સપનું સાકાર થવામાં કોઈ રોકીનહીં શકે…