કેશોદ અને બાંટવામાં તીનપત્તિ રમતા નવ ઝડપાયા

જૂનાગઢ : કેશોદમાં આવેલ શ્રધ્ધા સોસાયટીના એક મકાનમાં જુગરનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસે તે સ્થળે દોરડો પાડી ત્યાં તીનપત્તિનો જુગાર રમતા આરોપીઓ રમેશભાઇ ચકુભાઇ ભેડા, વેલજીભાઇ જીવરાજભાઇ ચૌથાણી, ગોકળભાઇ હરજીભાઇ આડ્દેસણા, નીતીનભાઇ જેઠાભાઇ પરમારને રોકડ રૂ.૨૪૫૦૦ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બાંટવા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે દેશીંગા ગામે સીમ વિસ્તાર મા પાણીના ટાકાની સામે પડતર જગ્યામા બાવળની કાટમા જાહેરમા પૈસા તથા પાના વડે હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા ભાયાભાઇ કરશનભાઇ બારીયા, ભરતભાઇ અરજણભાઇ નંદાણીયા, હરદાસભાઇ એભાભાઇ કંડોરીયા, સવદાસભાઇ પરબતભાઇ કંડોરીયા, કાનાભાઇ પરબતભાઇ નંદાણીયાને રોકડા રૂ.૧૩૩૩૦ સાથે ઝડપી લીધા હતા.