રોંગ સાઈડમાં ઘસી આવેલા ટ્રકની હડફેટે બાઈક ચડી જતા યુવકનું મોત

જૂનાગઢ નજીક હાઈવે ચોકી ગામ નજીક આવેલ ઉબેણ નદીનાં પુલ પાસે અકસ્માતની ઘટનાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ નજીક હાઈવે ચોકી ગામ નજીક આવેલ ઉબેણ નદીનાં પુલ પાસે રોંગ સાઈડમાં ઘસી આવેલા ટ્રકની હડફેટે બાઈક ચડી જતા યુવકનું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દીક્ષીતાબેન રાજેશગીરી મેધનાથી (ઉ.વ ૨૧ ધંધો નર્સિગ સ્ટાફ પ્રાઇવેટ હોસ્પીટલ રાજકોટ સારથી હોસ્પીટલ રહે.મુળ અમરગામ તા-કુતીયાણા જી.પોરબંદર) એ આરોપી જીજે. ૦૩ બીટી ૬૬૫૫ નંબરનો ટ્રકનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરીયાદી બેન તથા સાહેદ દર્પણભાઇ અરવિંદભાઇ સોલંકી રે.અનીડા વાસરા જી.રાજકોટ વાળાઓ પોતાનું નંબર-GJ-03-LQ-9469 નંબરનું બાઈક લઈ ચારેક વાગ્યાના અરસામાં જેતપુરથી જુનાગઢ હાઈવે ચોકી ગામ પાસે આવેલ ઉબેણ નદીનાં પુલ પાસે પહોંચ્યા હતા. ત્યારે આરોપી ટ્રક ચાલકે પોતાનો ટ્રક રોંગ સાઈડ ચલાવી બાઈકને અડફેટે લેતા સાહેદ દર્પણભાઇ અરવિંદભાઇ સોલંકીને ગંભીર ઇજા થવાથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ફરીયાદી બેનને પણ ગંભીર ઇજા કરી આરોપી ટ્રકને સ્થળ ઉપર છોડી નાસી છૂટ્યો હતો.