જૂનાગઢ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીનું સ્લોગન રાઇટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

જૂનાગઢ : મહિલા અને બાળવિકાસ દ્વારા જૂનાગઢ નારીશક્તિ દિવસ પર વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીનું સ્લોગન રાઇટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું.તે બદલ તેણીનું શાલ અને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળવિકાસ દ્વારા જૂનાગઢ નારીશક્તિ દિવસ પર જુદા જુદા ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર સ્ત્રી શક્તિનું બહુમાન કરવામાં આવ્યું હતું.જેમાં નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા અને સ્લોગન રાઇટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું હતું.જેમાં એક વિદ્યાર્થીનીએ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ.ઉપાધ્યાય,આચાર્ય લક્ષ્મણભાઇ એમ.કરમાટા,મનીષાબેન હિંગલાજ્યા તથા તેમની પ્રેરણાથી પ્રેરાયને ડો.કોકિલાબેન ઉઘાડના માર્ગદર્શન હેઠળ સ્લોગન રાઇટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.તે બદલ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે વિદ્યાર્થીનીનું શિલ્ડ તથા શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.તે બદલ શાળાના આચાર્ય કરમાટાભાઈ તથા સમગ્ર શાળા પરિવારવતી વિદ્યાર્થીનીને અભિનંદન સાથે ભવિષ્યમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવવામાં હતી.