જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી ફઈ-ભત્રીજાને માર માર્યો

જૂનાગઢ : જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી ફઈ-ભત્રીજાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદી હસન ઈબ્રાહિમભાઈ ભઢ્ઢી (ઉ.વ. ૧૯ રહે.અજંટા ટોકિઝ, માત્રી રોળ, કુંભારવાળા અકબરી એપા.ની પાછળ જૂનાગઢ) એ આરોપીઓ નવાજ ઉર્ફે બમ, ફેજાન (રહે.બંન્ને જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે જૂનાગઢના ખાડિયા વિસ્તારમાં માત્રી રોડ ઉપર ફરીયાદીને આરોપીઓએ અગાઉના મનદુખ બાબતે બોલાચાલી કરી જેમ ફાવે તેમ બોલી ફરીયાદોના શરીરે ઢિકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી તેમજ ફરીયાદીના ફઈ યાશ્મિનબેનને પણ શરીરે મુંઢમાર મારી ઈજા કરી હતી.