જૂનાગઢમા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા અન્વયે સેમિનાર યોજાયો

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા ૮૭ વિસાવદર વિધાનસભા પ્રાંત ઓફિસના સયુંકત ઉપક્રમે આયોજન

‘મારો મત મારું ભવિષ્ય’ તથા ‘એક મતની તાકાત’ વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન અપાયું

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન અને કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ભવન તથા 87 વિસાવદર વિધાનસભા પ્રાંત ઓફિસના સયુંકત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા અન્વયે આજરોજ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ‘મારો મત મારું ભવિષ્ય’ તથા ‘એક મતની તાકાત’ વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન ચૂંટણી પંચના અધિકારીઓ તથા નાયબ મામલતદા મૌતીક્ભાઈ દવે તથા મહેન્દ્રભાઈ ભાષાએ આપ્યું હતું.

આ સેમિનારમાં આકર્ષક રોકડ ઇનામો સાથે તા.૧૫ માર્ચ સુધી યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ જેવીકે ક્વીઝ, પોસ્ટર, સ્લોગન, ગીત, વિડીઓ મેકિંગ વિગેરે વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કરી તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન, પૂર્વભૂમિકા તથા આભારવિધિ ઈલેકટોરલ લીટરસી કલબના કોઓર્ડીનેટર તથા સ્વીપના જીલ્લા કોર કમિટીના મેમ્બર ડૉ.પરાગ દેવાણીએ કર્યું હતું. સમાજશાસ્ત્ર ભવનના ડૉ.ઋષિરાજ ઉપાધ્યાય તથા કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ભવનના ડૉ.દિનેશ ચાવડાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. યુનિવર્સિટી ખાતેના કેમ્પસ એમ્બેસેડર્સ શુભમ ભટ્ટ તથા મનીષા કડેગિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.