જેટકોના અધિકારી-કર્મચારીઓ પડતર પ્રશ્ને 28મીથી આંદોલનના માર્ગે

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડને આવેદન આપી પડતર પ્રશ્નો 15 દિવસમાં ઉકેલવાનું અલ્ટીમેટમ આપ્યું, જરૂર પડ્યે હડતાલ પર જવાની ચીમકી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના જેટકો કંપનીના તાબા હેઠળના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું વારંવાર રજૂઆતો કરવા છતાં હકારાત્મક નિરાકરણ ન આવતા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડને આંદોલનની નોટિસ આપી છે અને પડતર પ્રશ્નો 15 દિવસમાં ઉકેલવાનું અલ્ટીમેટમ આપ્યું છે. નહિતર 28 માર્ચથી આંદોલન કરવા અને જરૂર પડ્યે હડતાલ પાડવાની ચીમકી આપી છે.

આવેદનમાં જણાવ્યું હતું કે,એજીવીકેએસ અને જીબીયા દ્વારા મૌખિક અને લેખિતમાં કર્મચારીઓ અને અધિકારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો બાબતે વારંવાર રજુઆત કરવા છતા આજ દિન સુધી કોઇ જ સુખદ નિરાકરણના આવેલ ન હોઇ આઇ.ડી.એક્ટ-૧૯૪૭ની કલમ નં: ૨૨ ની પેટા કલમ-૧ હેઠળ જેટકો કંપનીના તાબા હેઠળ ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ સબબ સંયુક્ત સંકલન સમિતીના નેજા હેઠળ આંદોલનની નોટિસ આપવાની ફરજ પડેલ છે.

સરકારના સ્ટાફ સેટઅપની ગાઇડલાઇન મુજબ વારંવાર રજુઆત કરવા છતા ડિવિઝન-સર્કલ ઝોનનુ બાયફરકેશન તથા કન્સટ્રક્શન સબ ડિવિઝન-સીવીલ સબ ડિવિઝનની મંજુરી મેળવેલ ન હોઇ ત્વરિત મંજુરી મેળવી ફિલ્ડમાં અમલ કરવો, સરકારની મંજુરી બાદ જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓના નવા ભથ્થા મંજુર કરવામા આવેલ છે પરંતુ જેટકો કંપનીમા હયાત હોટ લાઇન ભથ્થુ વારંવાર રજુઆત કરવા છતાં મંજુર કરેલ ન હોઇ સાતમા પગાર પંચ મુજબ ત્વરિત મંજુર કરવા જણાવાયું છે.

જેટકો કંપનીમાં જુનિયર ઈજનેરની ભરતી છેલ્લે સને-૨૦૧૭ માં કરવામાં આવેલ. છેલ્લા ૪ વર્ષથી ભરતી ન થવાના કારણે હાલમાં આશરે ૫૦૦ થી વધુ જગ્યાઓ ખાલી પડેલ છે. તાજેતરમાં જેટકો કંપનીમાં જુનિયર ઈજનેરની ભરતીની પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવાઇ ગયેલ છે છતાં કોઇ અર્થાત કારણોસર જુનિયર ઈજનેરની ભરતીની પ્રક્રિયા ખોરંભે પડેલ હોઇ જેની કામગીરીનો બોજ યાત કર્મચારીઓ અને અધિકારીઓ પર પડતો હોઇ ત્વરિત જૂની. ઇજનેરની જ્ગ્યાઓ ભરવી, નવિન સ્ટાફ સેટ-અપમાં તમામ કેડરોનો કાર્યબોઝ વધેલ હોવા છતાં અને અગાઉ આસી.ઓપરેટર અન્ય કેડરની પોષ્ટ જીએસઓ-૬૯ મુજબ મંજુર થયેલ હતી છતાં સદર પોષ્ટ નાબુદ કરેલ હોઇ ત્વરિત પોસ્ટ મંજુર કરવી તથા સ્ટાફ સેટ અપની કમિટી દ્વારા મનસ્વી અને એક તરફી લોડ ૪૫ એમ.વી.એ.થી વધુ લોડ નક્કી કરેલ છે તે લોડ ઘટાડીને આસી.ઓપરેટર/અન્ય કેડરની હયાત પોષ્ટો યથાવત રીતે કાર્યરત કર્યા બાદ સરકાર દ્વારા મંજુર કરાયેલ સ્ટાફ સેટ અપ નોર્મ્સ મુજબ ફિલ્ડમાં અમલીકરણ કરવા ત્વરિત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

બદલીના લાભો આપવા. દા.ત.: જીએસઇસીએલ કંપનીમાં કરેલ કાર્યવાહી મુજબ, ઉપરોક્ત મુદ્દાઓનું નિરાકરણ દિન ૧૫ માં નહીં આવે તો સંકલન સમિતિ દ્વારા તા.૨૮ માર્ચના રોજ ધી વર્કટ-રુલ્સ અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે ત્યારબાદ પણ નિરાકરણ લાવવામાં નહીં આવે તો સંકલન સસિમિત દ્વારા અલગથી જલદ આંદોલનના ભાગરૂપે લાઇટિંગ હડતાલ કરતાં પણ અચકાશે નહીં જેના કાર્યક્રમની રુપરેખા-કાર્યસૂચી અલગથી આપવામાં આવશે અને આ આંદોલનથી ગુજરાત રાજ્યમાં વિજ પુરવઠો અને તેને આનુસંગિક સેવાઓ પર જે કોઇ પણ વિપરિત પરિસ્થિતી ઉભી થશે તેની સમગ્ર જવાબદારી મેનેજમેન્ટના શિરે શહેશે જેની ગંભીર નોંધ લેવા જણાવ્યું છે.