જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં દારૂ મળતા દુકાનદારની ધરપકડ

જૂનાગઢ : જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જુનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલ મહાદેવ મોબાઈલ રીપેરીંગ નામની દુકાનમા રેઇડ કરતા ભારતીય બનાવટની પરપ્રાતિય ચંદીગઢ બનાવટની ઓલ સીઝન ગોલ્ડન કલેક્સનની રીઝર્વ વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની ૪૨.૮ ટકા વીવીની ઈગ્લીશ દારુની કંપનીની સીલપેક બોટલ નંગ-૧ મળી આવતા આરોપી દુકાનદાર સમીર દિનેશભાઇ ઠક્કર (ઉ.વ.૩૦ રહે. બ્લોક નં-૩ પુજા પાર્ક ખલીલપુર રોડ જુનાગઢ) ને ઝડપી.લીધો હતો. જ્યારે આ આરોપીને દારૂની બોટલ આપનાર વિક્રમ ગોગનભાઇ ખુંટી સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.