જૂનાગઢમાં બીયું પરમિશન અને ફાયર એનઓસી મુદ્દે પૂર્વ ભાજપ પ્રમુખ મેદાન

ડોકટર, વેપારી અને જનતાના હિતમાં નિર્ણય લેવા કમિશનરને લેખિત રજુઆત

જૂનાગઢ : જુનાગઢમાં મનપા દ્વારા ફાયર એનઓસી અને બીયું સર્ટિફિકેટ વિહોણી બિલ્ડીંગને સિલ મારવાની કાર્યવાહીનો વેપારીઓમાં જોરદાર વિરોધ ઉઠ્યો છે અને મનપા આ કામગીરી બંધ કરે તેવી માંગ સાથે વેપારીઓએ આજે બંધ પાળ્યો હતો. ત્યારે આ મામલે વેપારીઓના સમર્થનમાં પૂર્વ ભાજપ પ્રમુખ મેદાને આવ્યા છે અને ડોકટર, વેપારી અને જનતાના હિતમાં નિર્ણય લેવા કમિશનરને લેખિત રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડીયાથી બીયુસર્ટીફીકેટ અને ફાયર એનઓસી ઉપલબ્ધ ન હોઇ તેવા તમામ કમર્શિયલ બિલ્ડીંગમાં કાર્યરત હોસ્પિટલો, શાળા, કોમ્પલેક્ષને સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહેલ છે, જે બાબતે હાઇકોર્ટનો હુક્મ હોવાનું જાણાવા મળેલ છે, જયારે આપ જેવા સનિષ્ઠ અધિકારી મહાનગરપાલિકાનું પારદર્શક સંચાલન કરી ચોક્કસ તપાસ કરવી જોઈએ અને ચર્ચાનો વિપપ એ છે કે, હાઈકોર્ટેને હુકમ કરવાનો સમય ક્યારે આવ્યો ? અગાઉના અધિકારીઓ કર્મચારીઓ અને હાલના અમુક વચ્ચ અધિકારીઓ દ્વારા બાંધકામ મંજુરીમા આંખ આડા કાન કરી અથવા તો ભષ્ટાચાર કરીને જે મંજુરીઓ આપવામા આવી છે તેવા બાંધકામોમા જ બીયુ પરમિશન અને ફાપર એનઓસી મેળવવા માટે લોકોને જાગૃત કરવામાં આવેલ નથી.અગાઉ ગુજરાત હાઇકોર્ટની ૨૬(ર) ની નોટીસ આપેલા તમામ બાંધકામો તોડી પાડવા આદેશ થયેલ હોવા છતા આદિન સુધી આવા ખાંધકામો પર કાર્યવાહી થયેલ નથી અને રીનોવેશનની મંજુરીને નામે નવી બાંધકામ મંજુરી કરી બાંધકામો થઈ રહ્યા છે જે ખરેખર આવા સામાન્ય વર્ગ સાથે છેતરપીંડી સમાન છે.

મહાનગરપાલિકાના અધિકારીઓની ભયંકર બેદરકારીને કારણે આપણી તથા અમોને જવાબ આપવા પડે તેવી પરિરિયની ઉભી થયેલ છે. વિશેષમાં આપને અગાઉના અધિકારીઓ – કર્મચારીઓએ ચલાવેલ અણઆવડમાં આયોજન અને બાંધકામ મંજૂરીના નિયમોને નેવે મૂકીને આપેલી મંજુરીઓનો ભોગ સામાન્ય પ્રજા, શહેરના પ્રતિષ્ઠીત ડોક્ટરો અને દર્દીઓ બની રહ્યા છે જે આપ પણ જાણો છો અને તે બાબત ખુબ જ દુઃખદ અને ગંભીર છે, હાઈકોર્ટનો ઓર્ડર છે અને તેની અમલવારી થવી જ જોઇએ પરંતુ આ અમલવારી દરમ્યાન સામાન્ય પ્રજા, નાના વેપારીઓ, નગરના લોકો તેમજ કર્મનિષ્ઠ ડોકટવો ન બને તે પણ જોવું મારી દૃષ્ટિએ એટલું જ જરૂરી છે. આથી બીયુ સર્ટિફિકેટ, ફાયર એનઓસી માટે લોકદરબાર ભરી લોકોને સ્થળ પર જ પ્રશ્નોનું નિવારણ મળે તેવી કાર્યવાહીની પ્રણાલી ઉભી કરવી જોઇએ તેવી મારી આપને જનતાના હિતમાં રજૂઆત છે.