જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટી ખાતે એગ્રો ટુરીઝમ વિષય ઉપર સેમીનાર યોજાયો

૪૧૩ વિદ્યાર્થીઓ અને ૬૦ પ્રગતિશીલ ખેડૂતો સહિતના લોકોએ ભાગ લીધો

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટી દ્વારા વિવિધ મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે “Entrepreneurship Development in Agro-Eco Tourism in Gujarat” વિષય ઉપર એક દિવસીય સેમીનારનું આયોજન ઓડીટોરીયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

સેમીનારના અધ્યક્ષ કુલપતિ ડો.નરેન્દ્રકુમાર ગોંટીયા, મુખ્ય મહેમાનના સ્થાને મધ્યપ્રદેશ ટુરીઝમ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી વિનોદ ગોંટીયા તેમજ અતિથી વિશેષ દિનેશભાઈ ખટારિયા તેમજ જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીના ડો.સાવલીયા, ડો.લખલાણી, ડો.માલમ, ડો.મહેતા, ડો.કે.સી.પટેલ, ડો.એ.વી.બારડ અને ડો.વરૂ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીની વિવિધ મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના ૪૧૩ વિદ્યાર્થીઓ તથા ૬૦ પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યાપારીઓ તેમજ યુનિવસિર્ટીમાં ફરજ બજાવતા અધિકારીઓ, વિભાગીય વડાઓ તેમજ સંશોધન વૈજ્ઞાનિકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

આ ઉપરાંત કૃષિ ઉદ્યોગ સાહસિક તેમજ એગ્રો ટુરીઝમનો વ્યવસાય ચલાવતા ખેડૂત સુધીરભાઈ ઝાલા એ પણ પોતાના અનુભવો શ્રોતાઓને જણાવ્યા તેમજ વિદ્યાર્થીઓને એગ્રો ટુરિઝમનો વ્યવસાય અપનાવવા માટેની પ્રેરણા આપી હતી. વક્તાઓએ એગ્રો ટુરિઝમનો વ્યવસાય વિશેની રસપ્રદ માહિતી આપી હતી. હાલ એગ્રો ટુરીઝમના વ્યવસાય દ્વારા સારી એવી આવક મેળવી શકે. આમ આ કાર્યક્રમ સફળ બનાવવા ડો. ત્રિવેદી, ડો.ઠાકર, ડો. કલપેશકુમાર, પ્રો.ભટ્ટે જહેમત ઉઠાવી હતી.