જૂનાગઢમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળા યોજાશે

તા.૧૧ થી ૧૩ માર્ચ સુધી પ્રગતિશીલ ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત સમાજમાં જાગૃતિ લાવવા સઘન પ્રયાસો થઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર આત્મા પ્રોજેક્ટના ખેડૂત મિત્ર તથા પ્રગતિશીલ ખેડૂતો માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ તા.૧૧ થી ૧૩ માર્ચ ૨૦૨૨ દરમિયાન સવારે ૧૧ કલાકે સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જવાહર રોડ, જૂનાગઢ ખાતે યોજાનાર છે. આ તાલીમમાં ઉપસ્થિત રહેવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પ્રાકૃતિક ખેતી સંયોજક સમિતિની યાદીમાં જણાવાયું છે.