જૂનાગઢ જિલ્લામાં ત્રણ વિદેશી દારૂના દરોડામાં ત્રણ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જોષીપરા સાબરીન સોસાયટી, અક્ષા પેલેસની સામે આવેલ ઓરડીમાં રેડ કરી આરોપી સુફીયાન હનીફભાઇ સીડાને ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૭ કિ.રૂ.૨૬,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ બી ડીવીજન પોલીસે ઝાંઝરડા રોડ, સિધ્ધનાથ મહાદેવ મંદિર પાસે આરોપી નાગાજણ શિવાભાઇ થાપલીયાને ઇંગ્લીશ દારૂની રોયલ સ્ટેગ કલાસિકબોટલ નંગ-૧ કિ.રૂ.૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત શીલ પોલીસ સ્ટાફે ભાથરોટ ગામના ગેઇટ પાસે આરોપી નારણભાઇ કરશનભાઇ ગરચરને પેન્ટના નેફામાં રાખેલ ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિ.રૂ.૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.