જૂનાગઢ મનપાની સિલિંગની કાર્યવાહીના વિરોધમાં એમજી રોડ રોષપૂર્ણ બંધ

વેપારીઓએ આંદોલનના માર્ગ અપનાવી વેપાર ધંધાને બંધ રાખવાનું એલાન આપતા આજે આ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો

સાંજે મનપાની મનમાની સામે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વેપારીઓની બેઠક મળશે

જૂનાગઢ : જૂનાગઢ મનપા દ્વારા ફાયર એનઓસી અને બીયું સર્ટિફિકેટ વિહોણી હોસ્પિટલો, શાળા અને કોમલેક્સ સિલ કરવાની કાર્યવાહી સામે વેપારીઓએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને સિલ કરાયેલા વી આકર્ડ કોમલેક્સની ફાયર સેફટીની તમામ પ્રોસેજર પુરી કરી છતાં સિલ ન ખોલતાં આ કોમલેક્સના વેપારીઓ વિફર્યા હતા અને આજે વેપારીઓએ બજાર વિસ્તાર એમજી રોડને રોષપૂર્ણ બંધ રાખ્યો હતો. જ્યારે સાંજે મનપાની મનમાની સામે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વેપારીઓની બેઠક મળશે.

જૂનાગઢ મનપા દ્વારા વી આરકેડને સિલ કરવાના મામલે આ કોમલેક્સના વેપારીઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે અને મનપાની લાલિયાવાડી સામે આજે એમ.જી.રોડને બપોર સુધી બંધ રાખ્યો છે. વી આરકેડ વેપારી એસોસિયેશનને એમ.જી.રોડના તમામ વેપારીઓ સાથ સહકાર આપ્યો હતો.જો કે આ બંધની આજે મિશ્ર અસર જોવા મળી હતી. જ્યારે વિ આરકેડના વેપારીઓ દ્વારા તમામ ફાયર સેફ્ટીની તમામ પ્રોસિજર મનપામાં પૂર્ણ કરાવી હોવા છતાં વિ આરકેડનું સિલ ન ખોલતા મનપા સામેના વિરોધમા એમજી રોડના વેપારીઓ કાલે બંધ પાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે મનપાની મનમાની સામે આંદોલન ચાલુ રાખવા મામલે આગળની રણનીતિ ધડવા માટે આજે સાંજે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વેપારીઓની બેઠક મળશે. હાલ મનપાની સિલિંગ કામગીરી સામે વેપારીઓમાં ધગધગતો આક્રોશ છે અને મનપા પોતાની મનમાની બંધ ન કરે ત્યાં સુધી વેપારીઓ લડી લેવાના મૂડમાં છે. ત્યારે આ મામલે જૂનાગઢ મનપા વેપારીઓ સાથે સામાધાનકરી વલણ અપનાવશે કે સિલિંગની કાર્યવાહી યથાવત રાખશે ? તેના પર સૌની મીટ મંડરાયેલી છે.