કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ ફેસબુકમાં વાયરલ કરનાર સામે ગુન્હો દાખલ

માંગરોળ પોલીસે ખુદ સરકાર તરફે ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માંગરોળમાં એક શખ્સે કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ ફેસબુકમાં વાયરલ કર્યાનો બનાવ સામે આવતા માંગરોળ પોલીસે ખુદ સરકાર તરફે ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે અને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ પોલીસ મથકના પો.હેડ કોન્સ. દેવશીભાઇ દાનાભાઇએ સરકાર તરફે ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૨/૧૧/૨૧ ના રોજ અને તે પછીના સમયગાળા દરમિયાન આરોપી (સુર્યકાન્તભાઇ વાઘેલા ઉ.વ.૨૨ રહે.માંગરોળ હિંગળાજ માતાના મંદીર પાસે તા.માંગરોળ) એ.પોતાના માંગરોળમાં આવેલ હિંગળાજ માતાના મંદીર પાસે આરોપીના રહેણાંકમાં પોતાના ફોનની ફેસબુક એપ દ્વારા બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે હેતુથી પોસ્ટ કરી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરેલ હોય તેમજ ધાર્મિક લાગણી દુભાય તે રીતેની પોસ્ટો કરી વાયરલ કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.