મહિલા દિન નિમિત્તે જૂનાગઢમાં મહિલાઓને ખીલી અને દોરાના કલાત્મક ગુંથણની તાલીમ અપાઇ

ગિરનાર રોપ-વે અને મેંદરડા ખાતે ૧૦૦ થી વધુ મહિલાઓ ભાગ લીધો

જૂનાગઢ : ૮ માર્ચ ૨૦૨૨ – વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સી.એસ.આરની કામગીરીના ભાગરૂપે પ્રથમ વખત સફળતાપૂર્વક ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા નાબાર્ડના સહયોગથી સેલ્ફ હેલ્પ ગૃપના માધ્યમથી મહિલાઓ આત્મનિર્ભર બને અને સ્વરોજગાર પ્રાપ્ત કરી શકે એવા આશયથી ગિરનાર રોપ–વે પરીસરમા સેલ્ફ હેલ્પ ગૃપની મહિલા સદસ્યોને નેઈલ એન્ડ થ્રેડ આર્ટ (ખીલી અને દોરાના કલાત્મક ગૂંથણ) બનાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનું ઉદ્ઘઘાટન જનરલ મેનેજર જ્ઞાનેન્દ્ર મણિ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.સ્થળ પર હસ્ત કલાકૃત કારીગીરી નિહાળીને મુલાકાતીઓ પ્રદર્શન સહીત ખરીદીનો પણ લાભ લીધો હતો.

સાથો સાથ બીજા કાર્યક્રમનું આયોજન મેંદરડા ખાતે ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા અને નાબાર્ડના માધ્યમથી તથા ઉદય એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી મહિલા આરોગ્યલક્ષી જાગૃતિ-પ્રવૃતિ અંગેની તાલીમ ડો.ધૃતિ બસિયા દ્વારા આપવામાં આવી હતી. જેમા અંદાજીત ૧૦૦ મહિલાઓએ ભાગ લીધો હતો.

ઉષા બ્રેકો કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ દિપક કપલીશએ જણાવ્યું હતું કે, ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા નાબાર્ડ સંસ્થાના સહયોગથી બંને કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને ઉષા બ્રેકો ફાઉન્ડેશન તરફથી જી.એમ.પટેલે બન્ને ઇવેન્ટનું સંચાલન કર્યું હતું.તેમજ ગિરનાર રોપ–વેના મેનેજર રાજેશ થોટલાણીએ મુખ્ય અતિથિઓનું સ્વાગત કર્યું હતું.

આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા બદલ નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રંબધક કિરણ રાઉતજીનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નાબાર્ડના ચીફ જનરલ મેનેજર જ્ઞાનેન્દ્ર મણિએ ઉષા બ્રેકો ફાઉન્ડેશનની આ પહેલને બિરદાવી હતી.તેમજ પ્રતિભાશાળી કલાકારો અને તેમના કલાત્મક કામગીરીને નિહાળીને આનંદની લાગણી અનુભવી હતી. તેમણે આવા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ઓનલાઈન પ્રમોશન પર ભાર આપવાની ખાતરી આપી હતી.

વધુમાં દિપક કપલીશએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી સામાજિક પ્રવુતિઓ અને સામાજિક કાર્યક્રમો નાબાર્ડ કે અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી હાથ ધરવામાં આવશે.