મેંદરડાના સમઢિયાળા ખાતે બહેનોને ઘરેલું હિંસાથી સ્ત્રી રક્ષણ અંગે માહિતગાર કરાઇ

જૂનાગઢ : જૂનાગઢ તા.૭ મેંદરડા તાલુકાના સમઢિયાળા ખાતે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય કક્ષાનાં બહેનોને કાયદાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મારફત મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામના લેઉવા પટેલ સમાજ ખાતે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય કક્ષાના બહેનો માટે કાયદાકીય જાગૃતિ સેમિનારમાં બહેનોને ઘરેલું હિંસા કોને કહેવાય, તેની સામે બહેનોને કઇ રીતે કાયદાકીય રક્ષણ તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આવી સમસ્યાઓમાં બહેને સરકારશ્રીનો આ કાયદો કઇ રીતે ઉપયોગી બની શકે તેની સમજ આપવામાં આવી હતી તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે