સરકારી ખરાબાની જમીનમાથી માટી ટ્રેકટરમાં ભરીને નીકળેલા બે ઝડપાયા

વીસાવદરના હરિપુર ગામ પાસે પોલીસે રેઇડ કરીને બન્ને આરોપીને ઝડપી લીધા

જૂનાગઢ : વીસાવદરના હરિપુર ગામેં સરકારી ખરાબાની જમીનમાથી માટી ટ્રેકટરમાં ભરીને નીકળેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.વીસાવદર પોલીસે ગઈકાલે રેઇડ કરીને ખનિજચોરી કરતા બે ઇસમોને પકડી વધુ તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસે હરિપુર ગામની સીમમાં દરોડો પાડીને હરિપુર ગામની સરકારી ખરાબાની જમીનમાથી જે.સી.બીથી ખોદકામ કરી ટેકટરમા માટી મોરમ ટાસ ગેરકાયદેસર ભરી ચોરી કરી લઈ નીકળેલા બે આરોપીઓ સંજયભાઇ ઘેલાભાઇ સિહાર (ઉ.વ.૨૮ રહે.સીતરી ગામ તા.કેશોદ જી.જુનાગઢ), કિશનભાઇ ભાણાભાઇ સિહાર (ઉ.વ ૨૪ રહે.હરિપુર તા.વિસાવદર) ને ઝડપી લીધા હતા. પોલીસે બન્ને ઈસમો સામે ખીનીજચોરીનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.