જૂનાગઢમાં ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બે ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે પોલીસ હેડ ક્વા. પરેડ ગ્રાઉન્ડના ગેઇટ આગળ જુનાગઢ પાસે વિદેશી દારૂની એક બોટલની કી.રૂ.૪૦૦ તથા સુઝુકી કંપનીની બર્ગમેન ગાડી નં. GJ-11CF-9511 જેની કી.રૂ. ૫૦૦૦૦ ની ગણી તથા મોબાઇલ નંગ-૧ જેની કી.રૂ. ૧૫૦૦૦ ની ગણી કુલ કી.રૂ. ૬૫૪૦૦ના મુદ્દામલ સાથે આરોપી નૈમીશ જીતેન્દ્રકુમાર પારેખને ઝડપી લીધો હતો. તેમજ એ ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે દોલતપરા ઇન્દ્રેશ્વર રોડ વણકરવાસ ગરબીચોક પાસેની શેરીના ખુણા પાસે રોડ ઉપર જુનાગઢ પાસે આરોપી ભાવેશભાઇ ઉર્ફે ભાઉ અમૃતભાઇ સાગઠીયાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કી.રૂ. ૪૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.