ભાણેજને ફોન-મેસેજ કરવાની ના પાડતા મામા ઉપર હુમલો

માંગરોળના મીતી ગામે હુમલો કરનાર પિતરાઈ ભાઈ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળના મીતી ગામે ભાણેજને ફોન-મેસેજ કરવાની ના પાડતા મામા ઉપર કૌટુંબિક ભાઈએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવજીભાઇ દેવરાજભાઇ રાઠોડ (ઉ.વ.૩૫ રહે.મીતી વણકરવાસ તા.માંગરોળ)એ આરોપી મનસુખભાઇ પાલાભાઇ રાઠોડ (રહે.મીતી તા.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપી કાકા બાપના ભાઇઓ થતા હોય અને ફરીયાદીની ભાણેજ સાધનાબેન ઉ.વ.૨૫ને આરોપીના ભત્રીજા કરણભાઇએ મેસેજ તથા ફોન કરેલ જેથી ફરીયાદીએ ફોન તથા મેસેજ કરવાની ના પાડવા સમજાવતા આરોપીએ ફરીયાદીના ઘરે જઇ ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી વડે ફરીયાદીને શરીરે માર મારી ડાબા હાથના પંજામાં ઇજા કરી હતી.