પ્રાથમીક શાળાની ઓફીસના તાળાં તોડી LED TV સહિતની માલમતાની ચોરી

જુનાગઢ તાલુકાના ઇવનગર ગામેં પ્લોટ પ્રાથમીક શાળામાં થયેલી ચોરીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જુનાગઢ તાલુકાના ઇવનગર ગામેં પ્લોટ પ્રાથમીક શાળામાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ આ પ્રાથમીક શાળાની ઓફીસના તાળાં તોડી LED TV સહિતની માલમતાની ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિવાળીબેન રાણાભાઇ સોંદરવા ₹ઉ.વ.૫૩ રહે.આલ્ફા સ્કુલ-૨ ની બાજુમા ડ્રિમલેન્ડ સોસાયટી જુનાગઢ)એ અજાણ્યાં ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ના રોજ ઇવનગર ગામેં આવેલ પ્લોટ પ્રાથમીક શાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી અને તસ્કરોએ ઇવનગર પ્લોટ પ્રાથમીક શાળાની ઓફીસના દરવાજાનુ કોઇપણ સાધન વડે તાળુ તોડી અંદર પ્રવેશ કરી LED TV કિ.રૂ.૫૬,૨૩૮ તથા TV ના કેબલો કિ.રૂ.૫૦૦ અને તેના રીમોટ નંગ-૨ કિ.રૂ.૨૦૦ TV સ્ટેન્ડ કિ.રૂ.૧૦૦ તથા સેટઅપ બોકસ કિ.રૂ.૧૦૦ તથા શેતરંજી નંગ-૨ કિ.રૂ.૧૦૦ ની કુલ કિ.રૂ.૫૭,૨૩૮ના જથ્થાની ચોરી કરી ગયા હતા.