ખેલ મહાકુંભમાં જૂનાગઢ જિલ્લામાંથી ૧,૧૮,૯૨૫ રજીસ્ટ્રેશન થયા

રાજયમાં રજીસ્ટ્રેશનમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ

જૂનાગઢ : ખેલ મહાકુંભમાં જૂનાગઢ જિલ્લામાંથી ૧,૧૮,૯૨૫ રજીસ્ટ્રેશન થયા છે. રાજયમાં સૈાથી વધુ રજીસ્ટ્રેશન જૂનાગઢ જિલ્લામાં થયા છે.

રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગાધીનગર તથા સ્પોર્ટ્સ ઓથીરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલમહાકુંભ-૨૦૨૨ નું તારીખ ૧૭/૦૨/૨૦૨૨ ના રોજ રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવી શાળા / કોલેજ અન્ય સંસ્થાઓ કક્ષાએથી વધારેમાં વધારે ખેલાડીઓ આ ખેલમહાકુંભમાં જોડાઈ અને રમતગમતમાં ભાગ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાંથી ૧,૧૮,૯૨૫ જેટલા ખેલાડીઓએ ઉત્સાહ દર્શાવી રજીસ્ટ્રેશન કર્યું છે. રજીસ્ટ્રેશનમાં જૂનાગઢ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે અને હજુ પણ રજીસ્ટ્રેશન ચાલુ છે .

આ ખેલમહાકુંભમાં અંડર -૧૧,અંડર-૧૪ ,અંડર-૧૭ ,અબાવ-૧૭ આ ચાર વયજૂથમાં અલગ અલગ ૨૯ રમતોનું આયોજન થશે. રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ http://khelmahakumbh.gujarat.gov.inમાં રજીસ્ટ્રેશન કરી શકાશે.