જૂનાગઢ જિલ્લામાં ફેબ્રઆરી માસમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નિવાસી અધિક કલેકટર અને પ્રાંત અધિકારીનું સન્માન

કોવીડ સહાય-શિવરાત્રી મેળો સહિત સમગ્ર કામગીરીમાં ખંત અને નિષ્ઠાથી કામગીરી માટે સન્માનિત કરાયા

દર માસે શ્રેષ્ડ કામગીરી કરનાર અધિકારીને સન્માનીત કરવામાં આવે છે : કલેકટર રચિત રાજ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ફેબ્રઆરી માસમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયા અને પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલાનને પ્રશસ્તિપત્ર આપી જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ દ્વારા સન્માનિત કરાયા છે. આ બન્ને અધિકારીઓને ફેબ્રઆરી માસ માટે બેસ્ટ ઓફીસર તરીકે સન્માનીત કરાયા છે.

જિલ્લાની વહિવટી તેમજ પ્રજાલક્ષી કામગીરી બહેતર કરવા જિલ્લા કલેકટર દ્વારા નુતન અભિગમ અપનાવી દર માસે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેબ્રઆરી માસમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નિવાસી અધિક કલેકટર અને પ્રાંત અધિકારીનુ સન્માન કરાયુ હતુ.

આ બન્ને અધિકારીઓ દ્વારા કોવીડ સહાય, શીવરાત્રી લોકમેળો, યુક્રેન સંકટમાં વિધાર્થીલક્ષી કામગીરી, સી.એમ. ડેશબોર્ડ, ગરીબ કલ્યાણ મેળો ઉપરાંત મહેસુલી કામગીરી સહિત પ્રજાલક્ષી કામગીરીમાં ખંત અને નિષ્ઠાથી કામગીરી કરાતા કલેકટર કચેરી ખાતે આજે યોજાયેલ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી. બાંભણીયા અને પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલાને પ્રશસ્તીપત્ર આપી સન્માનિત કરાયા હતા.

બાંભણીયાએ કહ્યુ કે સન્માનીત થવાથી મોટીવેશન મળવા સાથે અધિકારીઓમાં ઉત્સાહનો સંચાર થાય છે.. અને કચેરીની સર્વગ્રાહી કામગીરી સુધરશે. મારી દ્રષ્ટીએ કોવિડ સહાય અને શિવરાત્રી મેળાની ખુબ મહત્વની કામગીરી ખુબ સારી રીતે પરપ્ડી છે તેનો આનંદ અને સંતોષ છે. અધીક . કલેકટરશ્રીની વાતમાં સુર પુરાવતા ભૂમિ કેશવાલાએ કહયુ કે કામગીરીની નોંધ લેવાથી આત્મવિશ્વાસ વધવા સાથે વધુ સારી કામગીરી કરવાની પ્રેરણા મળે છે. આસીટન્ટ કલેકટર હનુલ ચૌધરી તેમજ જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓની ઊપસ્થિતીમાં બન્ને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.