જૂનાગઢમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ પકડાયા

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં પોલીસે અલગ-અલગ બે સ્થળેથી વરલી મટકાનો જુગાર રમતા કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

જૂનાગઢ શહેરમાં દોલતપરા માર્કેટીંગ યાર્ડ રોડ પર નેમીનાથ નગર જતા રસ્તાના ખુણા પાસે વીકાસભાઇ રાણાભાઇ લાલકીયા અને વીજયભાઇ ઠાકરશીભાઇ કુરેચા જાહેરમા ગે.કા. વરલી મટકાના આંક ફરકનો જુગાર રમતા રોકડા રૂ. 1290 મળી કુલ કિ.રૂ. 1790ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા. અને આ ગુનામાં ભાવેશભાઇ આયરનું નામ ખુલતા એ ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત, જૂનાગઢ શહેરમાં જોષીપરા પાદર ચોક નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે રામભાઇ વીરાભાઇ મોકરીયાને (ઉ.વ. 70) જાહેરમાં વરલી મટકા જુગાર રમતા રોકડ રૂ. 10,260 સાથે રેઇડ દરમ્યાન ઝડપી લેવામાં આવ્યા હતા. અને બી ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.