ભવનાથમાં વીડિયો-ફોટોગ્રાફરના બે કેમેરાની ચોરી

તળપદા કોળી જ્ઞાતીની જગ્યાના ગ્રાઉન્ડમા કાર્યક્રમ દરમિયાન ગઠિયો કળા કરી ગયો

જૂનાગઢ : જૂનાગઢના ભવનાથમાં તળપદા કોળી જ્ઞાતીની જગ્યાના ગ્રાઉન્ડમા કાર્યક્રમ દરમિયાન વીડિયો-ફોટોગ્રાફરના બે કેમેરાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ તળપદા કોળી જ્ઞાતીની જગ્યાના ગ્રાઉન્ડમા કાર્યક્રમ દરમિયાન ગઠિયો કળા કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ભવનાથ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શંભુભાઇ પાંચાભાઇ મકવાણા (ઉ.વ.૪૩, ઘંધો-ખેતી તથા વિડીયો શુટીંગ રહે. સોમનાથ પીપળીયા તા.વિંછીયા જી.રાજકોટ) એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧ના રોજ તળપદા કોળી જ્ઞાતીની જગ્યાના ગ્રાઉન્ડમા અજાણ્યો શખ્સ ભવનાથ ખાતે ફરીયાદીના કેમેરા નંગ-ર સોની એચએકસઆર ૨૦૦ વીડીયો કેમેરા જેની કીમત રૂા.૧૦૦૦૦૦ ના છે. તથા સોની કમકોર્ડર એફએકસડબલ્યુ એકસના કેમેરા જેની કીંમત રૂા.૭૫૦૦૦ છે. તેમ કુલ કિંમત રૂા.૧૭૫૦૦૦ ની ચોરી કરી ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.