આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી એલસીડી તથા ડીવીઆરની ચોરી

માળીયા (હા) ના ગળોદર ગામે બૅંકમાં ચોરી કરનાર ગઠિયો સીસીટીવીમાં કેદ

જૂનાગઢ : માળીયા (હા) ના ગળોદર ગામે આવેલ આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી એલસીડી તથા ડીવીઆરની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં બૅંકમાં ચોરી કરનાર ગઠિયો સીસીટીવીમાં કેદ થઈ જતા આ બનાવની ફરિયાદ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માળીયા (હા.) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રકાશભાઇ મનસુખભાઇ રાદડીયા (ઉ.વ.૩૩ રહે.હાલ-માળીયા હાટીના, રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટ મુળ-તાલાળા, ગોકુલનગર) એ અજાણ્યો ૨૫ થી ૩૦ વર્ષની ઉંમર પુરૂષ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી આઇ.સી.આઇ.સી. આઇ બેન્ક ગળોદર શાખામાં મેનેજર હોય જેની બેન્કમાં ગઈકાલે તા.૪ના રોજ એક અજાણ્યા ૨૫ થી ૩૦ વર્ષની ઉમરનો પૂરૂષ જે સી.સી.ટી.વી.માં દેખાય છે તેણે બેન્કના શટરનું તાડુ તોડી બેન્કમાં પ્રવેશ કરી બેન્કમાંથી ટેબલેટની કીંમત રૂપિયા ૧૦,૦૦૦ તથા એલ.સી.ડી. ઇનટેક્ષ કંપનીનું તથા ડી.વી.આર. એચ.કે. વીર્ઝન કંપનીનું કિ.રૂ.૨૦,૦૦૦ તથા નેટવર્ક સ્વીચ મોડેમ વર્ષા કંપનીનું કિ.રૂ.૧૦,૦૦૦ છે. જે કુલ રૂપિયા ૪૦,૦૦૦ ની ચોરી કરી લઇ ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.