વારંવાર દહેજના પૈસાની માગણી કરી પતિએ પત્નીને માર માર્યો

હાલ માળીયા હાટીનામાં રહેતી પરિણીતાએ તેના અમદાવાદમાં રહેતા તેના પતિ અને સાસરિયા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ માળીયા હાટીનામાં રહેતી પરિણીતાએ તેના અમદાવાદમાં રહેતા તેના પતિ અને સાસરિયા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં વારંવાર દહેજના પૈસાની માગણી કરી પતિએ પત્નીને માર માર્યો ઉપરાંત સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સ્વાતિબેન અમિતભાઇ ડઢાણીયા (ઉ.વ.૩૩ રહે. હાલ લુહાર શેરી, વાલજીવેલજી લાડાણીના મકાનમાં, ખોરાસાગીર, તા.માળીયાહાટીના, મુળ રહે. અમદાવાદ, ૬-ઉમિયા ટેનામેન્ટ, મધુકાન્ત સ્કુલ સામે, અમરાઇ વાડી, વસ્ત્રાલ, સુરેલીયારોડ, અમદાવાદ શહેર) એ તેના પતિ અમિતભાઇ હસમુખભાઇ ડઢાણીયા, સસરા હસમુખભાઇ નાનજીભાઇ ડઢાણીયા, સાસુ મુક્તાબેન હસમુખભાઇ નાનજીભાઇ ડઢાણીયા, નણંદ જ્યોતીબેન નીખીલકુમાર કાલરીયા (રહે બધા અમદાવાદ, ૬-ઉમિયા ટેનામેન્ટ,મધુકાન્ત સ્કુલ સામે, અમરાઇ વાડી, વસ્ત્રાલ, સુરેલીયા રોડ, અમદાવાદ શહેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી પાસે અવાર-નવાર દહેજના પૈસાની માંગણી કરી તેમજ ફરીયાદીને કામકાજ બાબતે અવાર-નવાર મેણાટોળા મારી શારીરિક માનસીક દુખ:ત્રાસ આપી ગાળો કાઢી માર માર્યો હતો.