શેરીના રસ્તા વચ્ચે ખાડો ખોડી માટી નાખવા મામલે પાડોશીઓ બાખડયા

વંથલી ધંધુસર ગામે રહેતા પરિવાર ઉપર પાડોશી પરિવારે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વંથલી ધંધુસર ગામે શેરીના રસ્તા વચ્ચે ખાડો ખોડી માટી નાખવા મામલે પાડોશીઓ બાખડયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિવાર ઉપર પાડોશી પરિવારે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.આ બનાવની ફરિયાદ નોંધી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બાદલ ઉર્ફે રાજુ મોહનભાઈ દિવરાણીયા મેર (ઉ.વ.ર૯, રહે.ધંધુસર, મોરલા બાપા વિસ્તાર, તા.વંથલી) એ તેની પાડોશમાં રહેતા લીલાભાઈ કરશનભાઈ સુત્રેજા, સરમણ લીલાભાઈ સુત્રેજા, રામદે લીલાભાઈ સુત્રેજા, સતીબેન વાઓ લીલાભાઈ સુત્રેજા, નાથીબેન સરમણ સુત્રેજા, નીતાબેન વાઓ રામદે સુત્રેજા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા આરોપીના ઘર સામ-સામે આવેલ હોઈ બન્ને વચ્ચેના રસ્તામાં જીઓ કંપનીનો કેબલ નાખવા જેસીબી વાળાએ ખાડો ખોદી માટી આરોપીના ઘર બાજુના રસ્તે નાખતા જે બાબતે આરોપીએ ફરીયાદી તથા સાહેદ સાથે ઝગડો કરી મારવા દોડેલ જે બાબતનુ મનદુખ રાખી ગત તા.રના રોજ આરોપીઓ ફરીયાદીની પત્નીને જેમ તેમ બોલતા હતા. તે સમયે ફરીયાદીના દાદા બહાર નિકળતા તેને આરોપીઓએ લાકડાનુ ચીરીયુ માથામાં મારી સામાન્ય ઈજા કરી ફરીયાદી તથા સાહેદો આવી જતા તમામ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી લાકડીના ૩ ઘા ફરીયાદીના પિતા મોહનભાઈના માથામાં મારી માથામાં ફ્રેકચર તથા હેમરેજ જેવી ગંભીર ઈજા કરી મારી નાખવાની કોશીશ કરી તેમજ ફરીયાદીને લાકડી તથા લાકડાના ચીરયાથી માર મારી સામાન્ય ઈજા કરી હતી

.