વડાલ ગામે ઇલેકટ્રોક લાઇનને અડકી જતા યુવાનનું મોત

જૂનાગઢ : જૂનાગઢના વડાલ ગામે ઇલેકટ્રોક લાઇનને અડકી જતા વિજશોકથી યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સંજયભાઇ જમનભાઇ (ઉ.વ ૨૨ રહે. વડાલ) નામનો યુવાન ગઈકાલે વડાલ રોડ ઉપર આવેલ અસાબાપીરની દરગાહ પાસે બકરાનો ચારો લેવા જતાં ઇલેકટ્રોક લાઇનમાં આ ચારાની ડાળી અડી જતાં ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.