જૂનાગઢના પ્લાવસા ગામેં રૂ.૯૧ હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર

જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસ ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના પ્લાવસા ગામની સીમમાં દરોડા પાડી મારૂતિ સ્વીર્ફટ કાર નં.GJ-03-ER-2015માં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ કંપનીની પેટી નંગ-૧૦ જે બોટલો નંગ-૧૨૦ તથા ઉપરોકત કંપનીની છુટી બોટલ નં-૧૦૮ મળી કુલ બોટલ નંગ-૨૨૮ ની એક બોટલની કિરૂ.૪૦૦ લેખે ૨૨૮ બોટલની કિરૂ.૯૧,૨૦૦ તેમજ દારૂની હેરાફેરીમા ઉપયોગમાં લીધેલ ફોર વ્હીલ કાર જેની કિરૂ.૨,૦૦,૦૦૦ની મળી કુલ કિરૂ.૨,૯૧,૨૦૦ નો પ્રોહી મુદામાલ ઝડપી લીધો હતો.જ્યારે હાજર નહી મળી આવેલ કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.