જૂનાગઢના ઝાંજરડા રોડ ઉપર જાહેરમાં વરલી મટકા રમતા બે ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ઝાંજરડા રોડ, સારંગ પાન પાસે જાહેરમા રોડ ઉપર વરલી મટકાના આંક ફરકના આંકડા લખી પૈસાની હારજીત કરી વરલી મટકાનો જુગાર રમતા આરોપીઓ કમલેશભાઇ માઘવજીભાઇ હડીયલ (ઉ.વ.૫૨ રહે.ઝાંઝરડા રોડ, બાબા કોમ્પલેક્ષ સામે, રાજશ્રી એપાર્ટમેન્ટ, બ્લોક નં ૩૦૪ જુનાગઢ) અને હરેશભાઇ રતીલાલ મેંદપરા (ઉ.વ.૫૧ રહે.ઝાંઝરડા રોડ, કલાકૃતિ એપાર્ટમેન્ટ, બી-૩૦૩ જૂનાગઢ)ને રોકડ રૂ. ૪૯૦૦ તથા મોબાઇલ .ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૯૯૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.