યુક્રેનમાં ફસાયેલ જૂનાગઢની યુવતીની ઘર વાપસીથી ખુશીની લહેર

જૂનાગઢ : યુક્રેન અને રશિયા વચ્ચે જંગી યુદ્ધ ચાલી રહ્યું છે.જેમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે.જેઓને જમવા રહેવાની પુરી વ્યવસ્થા પણ નથી.જેમાંથી અમુક વિદ્યાર્થીઓ ભારત પરત આવી ગયા છે.અને અમુક વિદ્યાર્થીઓ પરત આવી રહ્યા છે.જેમાં જૂનાગઢની યુવતી ઘરે પરત ફરી છે.જૂનાગઢની યુવતી ઘરે પરત ફરતા ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

જૂનાગઢ – યુક્રેનમાં ફસાયેલ વિદ્યાર્થીની ભવ્યા સલામત રીતે ઘરે પહોંચી છે.ભવ્યા ચગ ચર્નિવિત્સીમાં એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.યુધ્ધ શરૂ થયાના બીજા જ દિવસની ટીકીટ હતી.જે ફ્લાઈટ કેન્સલ થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો.યુદ્ધના કારણે જમવા રહેવામાં પણ સમસ્યા થતી હતી.જેથી તેઓને સુપર માર્કેટમાં જઈ જમવાનું લેવું પડતું હતું.

ભારત સરકારે જમવાનું ચા પાણી નાસ્તો સહીતની સુવિધા વિધાર્થીઓ માટે કરી હતી.ઈન્ડીયન એમ્બેસીએ વિધાર્થીઓને જાણ કરી ઈવેક્યુશન કર્યું હતું.ભવ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું.ઈન્ડીયન એમ્બેસી,ભારત સરકાર હતી તો જ સલામત રીતે પરત ફર્યા છીએ.