જૂનાગઢ મનપા દ્વારા ફાયર noc વગરની વિ આર્કેડ બિલ્ડિંગને સિલ કરાઈ

ભાજપ કાર્યકર્તાઓની ઓફીસ અને સહકારી બેંક સહિતની બેંકો ધરાવતા આ કોપ્લેક્સને સિલ કરાતા ફફડાટ

જૂનાગઢ : જૂનાગઢ મનપા દ્વારા ફાયર સેફટી મુદ્દે કડક વલણ અખત્યાર કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જૂનાગઢ મનપાની ફાયર ટીમ ફાયર સેફટીના નિયમનો ઉલાળીયો કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે.ત્યારે આજે જૂનાગઢ મનપા દ્વારા ફાયર noc વગરની વિ આર્કેડ બિલ્ડિંગને સિલ કરવામાં આવી છે.

જૂનાગઢ મનપાની ફાયર ટીમ દ્વારા ફાયર સેફટી મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢ મનપા ફાયર ટીમના ફાયર ઓફિસર ભરત ડોડીયા સહિતના સ્ટાફ દ્વારા આજે વણઝારી ચોક નજીક આવેલ વિ આર્કેડ કોમલેક્સને શીલ કરવામાં આવ્યું હતું. ફાયર ઓફિસર ભરત ડોડીયાના જણાવ્યા મુજબ આ કોમ્પલેક્ષના ધારકો પાસે ફાયર સેફટીના સાધનો ન હતા અને ફાયર એનઓસી ન હોવાથી આ કોમલેક્સને સિલ કરવામાં આવ્યું હતું. જો કે હજુ કોમલેક્સમાં કેટલાક માણસો હોવાથી ઉપરના માળે તાળાં માર્યા બાદ તમામ માણસોને બહાર કાઢીને આ બિલ્ડીંગને સંપૂર્ણ રીતે સિલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને મનપા દ્વારા ફાયર એનઓસી વગરની આ મસમોટી બિલ્ડિંગને સીલ કરાઈ છે. જો કે આ કોમ્પલેક્સમાં જિલ્લા સહકારી બેંક સહિતની બેંકો અને ઓફિસો આવેલી છે. આ ઉપરાંત આ કોમ્પલેક્ષમાં ભાજપ કાર્યકર્તાઓની પણ ઓફિસ આવેલી છે. ત્યારે આ કોમલેક્સને સિલ કરાતા ફફડાટ વ્યાપી ગયો છે.