જૂનાગઢ જિલ્લો આજે પણ કોરોના શૂન્ય

જૂનાગઢ : જૂનાગઢ શહેર કે જિલ્લામાં આજે એકેય નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી હવે જૂનાગઢ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં 42 ધનવંતરી રથ દ્વારા 3747 દર્દીઓની આરોગ્ય તપાસણી કરી સ્વાસ્થ્ય વર્ધક દવા આપવામાં આવી હતી અને કુલ 4917 દર્દીઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.