મૃગીકુંડમાં શાહીસ્નાન દરમિયાન ૧૨ સાધુઓનું રેસ્ક્યુ કરાયું

જૂનાગઢ મનપાની ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું

જૂનાગઢ : ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમથી શરૂ થતા મહાશિવરાત્રીના મેળા દરમિયાન સાધુ –સંતો સાથે લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. શિવરાત્રીના દિવસે રાત્રીના ભવનાથ મંદિરના મૃગીકુંડમાં સાધુઓ શાહીસ્નાન કરી મેળો પૂર્ણ કરે છે, ત્યારે મૃગીકુંડમાં શાહીસ્નાન દરમિયાન ૧૨ સાધુનું ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

શિવરાત્રી મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહીસ્નાન દરમિયાન ફાયર ટીમ દ્વારા ૧૨ સાધુની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શિવરાત્રી મેળાના અંતિમ દિવસે રવેડી બાદ ભવનાથ મંદિર પરિસરમાં મૃગીકુંડમાં સાધુ સંતોએ શાહીસ્નાન કર્યુ હતું. મહાશિવરાત્રી મેળા દરમિયાન કોઇ અનીચ્છનીય બનાવ, દુર્ઘટના ન બને એ માટે જૂનાગઢ મનપા દ્વારા રેસ્ક્યુ કામગીરી માટે ૫ ટીમ તેનાત કરવામાં આવી હતી.