જુનાગઢમાં પીધેલી હાલતમાં આડેધડ બાઈક ચાલવતો બાઈક ચાલક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગઈકાલે મજેવડી દરવાજા પાસે ગરબી ચોક પાસે જુનાગઢ નજીક જાહેરમા કેફી પીણુ પીધેલ હાલતમાં પોતાના કબજા હવાલાની સ્પ્લેંડર બાઈક નં. GJ – 03 – CP – 9897 ની કિ.રૂ.૨૦,૦૦૦ને સર્પાકારે આડા અવળી કાવા મારતી ચલાવી પોતાની તથા અન્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા આરોપી અશ્વીનભાઇ સાગાભાઇ રાતડીયા (ઉ.વ-૩૭ રહે.વિજયનગર મશુમાના મંદીર પાસે સબ જેલ રોડ જેલ રોડ વોરા કોટડા રોડ ગોંડલ જી.રાજકોટ)ને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.