જૂનાગઢના ખડીયા ગામેં નંબર પ્લેટ વગરના સ્કુટરમાં દારૂની હેરફેર કરતો બુટલેગર ઝડપાયો

જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે જૂનાગઢના ખડીયા ગામેં જૂનાગઢના ખડીયા ગામેં નંબર પ્લેટ વગરના સ્કુટરમાં દારૂની હેરફેર કરતા બુટલેગર રાજુભાઇ ડાયાભાઇ સિંધલ (ઉ.વ.૨૦ રહે. પંચેશ્વર વિસ્તાર, આવળ માતાના મંદીર પાસે જુનાગઢ)ને નંબર પ્લેટ વગરના સુઝુકી એકસેસ સ્કુટરમા દેશી પીવાના દારૂના પાંચ-પાંચ લીટરના બુંગીયા નંગ-૧૬ જેમાં કુલ દેશી દારૂ આ. લીટર ૮૦ (એંસી) જેટલો હોય જે દેશી દારુ કી.રૂ.૧૬૦૦ તથા સુઝુકી એકસેસ સ્કુટર કિ.રૂ.૨૦,૦૦૦ એમ કુલ કિ.રૂ.૨૧૬૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.