માંગરોળમાં મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, 4ની ધરપકડ

પોલીસે મકાનમાં રેઇડ કરતા અન્ય બે આરોપીઓ નાસી છૂટ્યા

માંગરોળ : માંગરોળના બે ખીજડી સીમ વિસ્તારમાં આવેલ મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી મકાનમાં ધમધમતું જુગરધામ ઝડપી લઈ ચાર આરોપીઓને દબોચી લીધા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

માંગરોળ પોલીસ સ્ટાફે ગઈકાલે માંગરોળના બે ખીજડી સીમ વિસ્તારમાં આરોપી ઇલીયાસ યુસુફભાઇ કાલવાત પોતાના રહેણાંક મકાને પોતાના અંગત આર્થિક લાભ માટે માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગરધામ ચાલવતો હોવાની બાતમીના આધારે તે મકાનમાં રેઇડ કરી હતી અને પોલીસે આ મકાનમાં જુગાર રમતા આરોપીઓ ઇલીયાસ યુસુફભાઇ કાલવાત, હારૂન અલ્લારખાભાઇ છાપરા, મુસા હુસેનભાઇ બમ, ઇકબાલ મુસાભાઇ બોબડાને રોકડા રૂ.૨૮,૩૨૦ તથા ગંજીપતાના પાના તેમજ મોબાઇલ નંગ-૪ કિ.રૂ.-૧૫,૫૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૩,૮૨૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે અન્ય બે આરોપીઓ ફૈઝાન કોતલ, અયુબ ઉર્ફે ચળુદીન કરૂડ નાસી છુટતા આ બન્ને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.