ભાંગે ભારે કરી ! ભવનાથમાં ભાંગના નશામાં યુવાને પાંચમા માળેથી પડતું મૂક્યું

શિવરાત્રીના મેળામાં આવેલા મહારાષ્ટ્રના યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત

જૂનાગઢ : ભવનાથમાં યોજાયેલા શિવરાત્રીના મેળા દરમિયાન મહારાષ્ટ્રના યુવાનને ભાંગનો નશો કરવો ભારે પડ્યો હતા અને ભાગના નશામાં જીવ ગુમાવવાની નોબત આવી હતી. જેમાં ભવનાથ ખાતે મહારાષ્ટ્રના યુવકે ભાંગ પીધા બાદ તેના મગજમાં ભાંગ એટલી હદે ચડી ગઈ હતી કે તેને કોઈ જાતનું ભાન રહ્યું ન હતું અને અગાશીના પાંચમા માળેથી આ યુવાને કૂદકો મારતા તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગિરનાર તળેટી ભવનાથ ખાતે આજે મહાશિવરાત્રીનો પરંપરાગત મેળો ભરાયો છે. આ મેળામાં લાખોની મેદની ઉમટી પડી છે. મેળામાં ભાગ લેવા માટે ગુજરાત અને ભારતભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા.આ મેળામાં વિશાલ સંગપાલ (ઉ.વ.30
પીએમસી કોલોની પુને મહારાષ્ટ્ર) નામનો યુવક પણ આવ્યો હતો.જો કે ભવનાથના મેળામાં વર્ષોની પરંપરા મુજબ ભાંગ પ્રસાદ રૂપે પીવાનો હોય એ યુવાને પણ ભાંગ પીધી હતી. પણ ભાંગ પીધા પછી યુવાનને ભાંગનો એવો નશો ચડ્યો કે તેને કોઈ જાતનું ભાન રહ્યું ન હતું અને વધુ પડતા ભાંગના નશામાં યુવાને પાંચ માળની અગાશી પરથી કૂદકો મારી દીધો હતો આથી યુવાનને ગંભીર ઇજા થતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. ભાંગના નશામાં યુવકે જીવ ગુમાવતા શિવરાત્રીના મેળામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.