મેંદરડાના ઝીઝુડા ગામે થેલીમાં ઈંગ્લીશ દારૂ લઈને નીકળેલા બે ઝડપાયા

જૂનાગઢ : મેંદરડા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મેંદરડાના ઝીઝુડા ગામે થેલીમાં ઈંગ્લીશ દારૂ લઈને નીકળેલા આરોપીઓ કપીલભાઇ ભુપતભાઇ ગરસાણીયા (ઉ.વ.૨૩ રહે.ઝીંઝુડા ગામ ચોકમાં તા.મેંદરડા જી.જુનાગઢ), મયુરભાઇ ઉર્ફે મયલો રણછોડભાઇ પરમાર (ઉ.વ.૩૦ રહે.સમઢીયાળા હનુમાનપરા તા.મેંદારડા જી.જુનાગઢ)ને મેકડોવેલ નંબર વન કલેક્શન વ્હીસકી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમ.એલ.ની ઇંગ્લીશ પીવાના દારૂની બોટલો નંગ-૫ કિ.રૂ.૨,૦૦૦ ના તથા મોબાઇલ ફોન નંગ.૧ કિ.રૂ.૩,૦૦૦ નો મળી આમ કુલ કિ.રૂ.૫,૦૦૦ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.