જૂનાગઢના મજેવડી નજીક છકડો રીક્ષા પલ્ટી જતા બેને ઇજા

જૂનાગઢ : જૂનાગઢના મજેવડી નજીક છકડો રીક્ષા પલ્ટી જતા બેને ઇજા થઈ હતી. આ બનાવ અંગે કાજુભાઇ રવજીભાઇ માવી (મુળ રહે.ખજુરી જાબુ તા.ધાનપુર જી.દાહોદ હાલ રહે.માખીયાળા ગામ ગુલાબનગર ખુંણામાં ઝુપડપટ્ટીમાં) એ પિયાગો છકડો નં જીજે. ૦૧. બીયુ ૨૫૪૭ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, સીંગદાણાના કારખાનામાં નજીક રોડ ઉપર માખીયાળા મજેવડી પાસે છકડો રીક્ષા જીજે. ૦૧. બીયુ ૨૫૪૭ ના ચાલકે પોતાના કબ્જાનો છકડો પુરઝડપે ચલાવી પોતાની છકડો રીક્ષાનેપલ્ટી ખવડાવી ફરીયાદીની બન્ને દીકરીઓને પાછળથી આવી ઠોકર મારી ઇજા પહોચાડી હતી.